કોલ
રત્નાબાપા
મરણપથારી એ પડ્યા હતા . બે દીવસ થી પથારી પર થી ઉભા થયા ન હતા . મૃત્યુ એકદમ સામે
જ કળાતુ હતુ , પણ હજુ એક બંધન તેમને જીવ છોડવા પરવાનગી આપતુ ન હતુ . તેમનો મોટો
દીઅરો આપો બહારગામ ગયો હતો , તેને સંદેશ તો મોકલ્યો હતો પરંતુ હજુ તે આવ્યો ન હતો
. બાપા મહાપ્રયત્ને શ્વાસ ટકાવી રહ્યા હતા . બધા ને ખબર હતી કે બાપા લાંબુ ખેંચશે
નહી , પરંતુ કોઈ એ જાણતુ ન હતુ કે બાપા ને હજુ શુ ચિંતા છે કે તેઓ જીવ છોડી રહ્યા
નથી . તેમણે યમ સામે લડાઈ આદરી હતી . જ્યા સુધી તેમનો ભાર હળવો ન થાય ત્યાં સુધી
તેઓ યમ ના શરણે કોએ સંજોગે જવા માંગતા ન હતા .
આપો
ઘરમા આવ્યો , તેના ચહેરા પર મુસાફરી અને ચિંતા નો થાક સ્પષ્ટ દેખાતા હતા . અપો તરત
જ રત્ના બાપા ની પથારી પાસે બેસી ગયો . બાપા એ શરીર મા જેટલી શક્તિ બચી હતી તે બધી
એકઠી કરી ને કહ્યુ , “ દીકરા ! હવે ઘડી બે ઘડી નો મહેમાન છુ . હવે વધારે જીવવાની
ઇચ્છા પણ નથી , પણ હૃદય પર એક બોઝ છે , તે હળવો નહી થાય ત્યા સુધી ખોળીયા માંથી
જીવ નીકળશે નહી . “
“
બાપા એવુ શા માટે બોલો છો ? હજુ તમારે અમારી સાથે ઘણુ રહેવાનુ છે . બા પણ અમને
છોડી ને વહેલા જતી રહી . હવે તમે પણ આવુ બોલો છો ? “
“
બેટા ! દરેક ને ઇશ્વર પાસે જવાનો સમય નિશ્ચિત હોય છે . મારે તો કાલ નુ તેડુ હતુ ,
પણ તુ હતો નહી માટે આજ સુધી શ્વાસ ખેંચી રહ્યો છુ
. પણ હવે આ પીડા સહન થતી નથી . મારે
તને એક કામ સોંપવાનુ છે . કાના ના લગન હજી બાકી છે . એ કામ તારે કરવાનુ છે . “
“
બાપુ તમે જાણો છો કાના ને મે નાના ભાઇ ની જેમ નહી પણ દીકરા ની જેમ સાચવ્યો છે . મે
દેવદાન અને કાના વચ્ચે કોઇ અંતર રાખ્યુ છે કે તમે આવુ બોલો છો . કાના માટે હુ સારા
મા સારી કન્યા ખોળી લાવીશ . “
“
મને તારા પર વિશ્વાસ છે , પણ બાપ છુ ને ચિંતા જતી નથી . “
“
બાપુ દેવદાન પહેલા હુ કાના નુ ઘર બંધાવીશ એ મારો તમને કોલ છે “
રત્નાબાપા
ને હૈયે ટાઢક વળી , “ બસ દીકરા એજ ................ “ તેમના શબ્દો અધુરા રહી ગયા .
એક બાપ ની ઇચ્છા નુ માન રાખી ને યમે તેમને આટલો સમય આપ્યો હતો . પણ હવે તેમના જીવ
ને શાનિ મળતા જ યમરાજે તેમનુ કર્તવ્ય બજાવ્યુ .
કાનો
ને છ મહિના નો જ છોડી ને તેમની મા સ્વર્ગે સીધાવ્યા હત . માટે રત્ના બાપા એ છ
મહિના માંજ આપા ના લગ્ન કાનબાઇ સાથે કરાવા હતા . કાનબાઇ એ અને આપા એ કાના ને દિકરા
ની જેમ ઉછેર્યો હતો . કાનબાઇ ના આવવાથી કાના એ કારેય માતા ની ખોટ ભોગવી ન હતી .
કાનબાઇ ને ખોળે જ્યારે દેવદાન નો જન્મ થયો ત્યારે બધા ને એમ હતુ કે હવે કાના પર
કાનબાઇ ની અમીદૃષ્ટિ ઓછી થશે પરંતુ કાનબાઈ એ દેવદાન થી વધારે કાના પર મમતા વરસાવી
હતી . કાકા ભત્રીજા વચ્ચે પણ બહુ સારો મેળ હતો . ઉમર નો તફાવત પાંચ વર્ષ નો હતો . પણ
મનમેળ એટલો વધારે કે બેઉ એકબીજા થી કોઈ વાત છાની રાખી શકે નહી .
બાપા
ના કારજ પછી થોડો સમય પસાર થયો અને આપા એ કાના માટે કન્યા શોધવાનુ શરૂ કર્યુ .
તેમનુ ખોરડુ ખાનદાની હતુ , અને સમાજ મા શાખ પણ ઉંચી હતી માટે કોઈ કન્યા પરણાવવા ની
ના કહે એ તો ભાગ્યે જ બને તેમ હતુ . પણ આપો માગુ નાખે એ પહેલા કાના ને પુછે કે ભાઈ
શુ વીચાર છે ? તેના જવાબ મા ના સાંભળીને માંગુ નાખવાનુ પડતુ મુકે . એમ ઘણી કન્યા ઓ
ની ના પાડી એટલે આપો ઘણીવાર કાના પર ગુસ્સે પણ થઈ જતો , પરંતુ કાનબાઈ સમજાવતી કે
તેને છોકરી ગમતી નહી હોય . કાનો દરેક કન્યા ને ના ભણી દેતો એટલે કાનબાઈ ને સમજાયુ
કે કાના ને ચોક્કસ કોઈ છોકરી ગમતી હશે .
કાનબાઈ
એ કાના પાસે જાણવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેને પાસેથી કોઈ જવાબ મેળવી શકી નહી
માટે તેણે દેવદાન ને પુછ્યુ , “ કાનો કેમ દરેક છોકરી ને ના ભણી દે છે ? “
“
બા કાના ને જીવાભાઇ ને રતન ખુબ જ ગમે છે . અને તમે સાત સોનાની કન્યા ચાહે ને બતાવો
તે રતન સાથે જ લગ્ન કરશે . તમે ત્યા માગુ નાખવાની વાત કરશો ત્યાંજ ભાઇ હા કહી દેશે
. “
કાનબાઇ
એ આપા ના કાને વાત નાંખી , “ કાના મટે જીવાભાઇ ની રતન નુ માંગુ નાખીએ તો કેમ રહે ?
“
“
પહેલા તમારા દેર ને પુછી જૂઓ , ભાઈ ને ગમશે નહી તો વાત નાખ્યા પછી ના કહેશે . “
“
મે કઈ એમ જ તમને કહ્યુ હશે . દેવદાન કહેતો હતો કે કાના ને રતન બહુ ગમે છે . “ એટલા
મા કાનો ત્યા આવ્યો . કાના ને પુછતા તેણે ધીરેથી હા ભણી . આપા ને પણ સગપણ યોગ્ય
લાગ્યુ .
બીજે
દીવસે આપાભાઇ તો તૈયાર થઈ ને જીવાભાઇ ના ઘરે જવા નીકળ્યા . એક જ ગામ ના અને સારા
મીત્રો હોવાથે આપા ને માંગુ પાછુ આવવાની સંભાવના ઓછી લાગી હતી . તે જીવાભાઇ ના ઘરે
પહોંચ્યા ત્યારે રતન પાણી ભરવા ગઈ હતી . જીવાભાઈ એકલા બેસીને ચલમ ફુંકતા હતા . જીવાભાઇ
એ આપાભાઇ ન સારી રીતે આવકાર્યા અને આવવાનુ કારણ પુછ્યુ . આપાભાઇ એ કાના અને રતન ના
સગપણ વીશે કહ્યુ . જાવાભાઈ એ પણ ખુશે થી સગપણ નો સ્વીકાર કર્યો .
એટલા
મા રતન પણ પાણી ભરીને પરત આવી , તેને જોઈને જ જીવાભાઇ એ કહ્યુ , “ બેટા આપાકાકા
તારુ માંગુ લઈને આવ્યા છે . તને એ ઘરમા વહુ થઈ ને જવા નુ ગમશે ? “ એ સાંભળતા જ રતન
શરમાઇ ને ઘર ની અંદર જતી ર્હી અને બન્ને એ તેને હા સમજી ને ત્યાંજ ગોળધાણા ખાઇ
લીધા .
તે
બન્ને માંથી એકપણ જાણતા ન હતા કે રતને દેવદાન નુ માંગુ આવ્યુ સમજી ને હા કહી છે .
રતન દેવદાન ને છાના ખુણે ચાહતી હતી . તેણે જ્યારે એમ સાંભળ્યુ કે આપાકાકા સગપણ
કરવા માટે આવ્યા છે એટલે એમ જ સમજી કે દેવદાન અને તેના સબંધ ની વાત થાય છે . પરંતુ
તેના ભાગ્ય મા કદાચ આંચકો ખાવાનુ લખ્યુ હશે . તેનુ બહાર જવાનુ પન બંધ હોવા થી બહાર
ના લોકો પાસેથી પણ તેને માહિતી મળી નહી . બધા એ લગ્નની તૈયારી ઓ આર્ંભી . આપાભાઇ
રત્નબાપા ની ઇચ્છા બને એટલી વહેલી પુરી કરવા માંગતા હતા . એટલે તેમણે એક મહિના પછી
નુ મુહુર્ત નક્કી કર્યુ . બધા ખુબ ખુશ હતા . રતન અને કાનો તો જાણે સર્વસ્વ પામ્યા
ના આનંદ મા વીહરતા હતા . બન્ને વચ્ચે તફાવત માત્ર એટલો જ હતો કે કાના ને તેનુ
પ્રીયપાત્ર મળૅવાનુ હતુ જ્યારે રતન ના ભાગ્ય મા તી ગમતો સાથી ન હતો . બન્ને
સ્વપ્નો મા રાચતા હતા , એક રતન ના અને બીજુ દેવદાન ના .
સ્થીતી
આવી જ બની રહેત , પરંતુ એકવાર કાનો ખેતરે થી આવી રહ્યો હતો અને ઘરે કોઈ ન હોવા થી રતન
પાણી ભરી રહી હતી . બન્ને એકબીજા ની આમને-સામને આવી ગયા . રતને કના ને જોઈ ને
કાકાજી સામે છે એમ સમજી ને લાજ કાઢી , બીજી તરફ રતન ને લાઝ કાઢેલી જોઈ ને કાના એ
વીચર્યુ કે રતને શરમાઈ ને લાઝ કાઢી છે . કાના થી રહેવાયુ નહી તે જીહ્વા ને બંધ
રાખી શક્યો નહી .
“ કઈ
વાંધો નહી , હમણા થોડા દીવસ પછી મારા હથે તારો ઘુંઘટ ઉઠાવીને તારૂ મુખડુ નીહાળીશ .
“ એમ કહી તે હસતો હસતો ત્યાંથી રવાના થયો .. રતન કઈ સમજી નહી કે કાનો આવુ શા માટે
બોલ્યો હશે . પરંતુ તે ત્યંથી રવાના થયો ત્યાંજ તેની એક સહચારીણી બોલી ઉઠી , “ શા
માટે એમને તરસાવે છે ? બીચારા એ તારુ મોઢુ જોઈ લીધુ હોત તો લગ્ન સુધી નીરાંત થઈ
જાત . થનાર પતી ને આવી રીતે તરસાવવા યોગ્ય નથી . “ સખીઓ એ હસવા મા રતન ના ચહેરા પર
આવેલ દુઃખ ની નીશાનીઓ જોઈ નહી . તેના પગ નીચેથી કોઈ એ જમીન ખેસવી હતી . તે મુંગા
મોં એ ત્યાંથી નીકળી . બધા ને થયુ શરમાઇ હશે . પણ તેના હૃદય મા તો ઉલ્કાપાત મચ્યો
હતો . તે જે સગપણ ના કારણે જીવન મા ક્યારેય ન થઈ હોય તેટલી પ્રસન્ન હતી પરંત આજે
એજ સગપણ ના કરણે તે ઉદાસી અને દુઃખ ના પાતાળ મા ગરકાવ થઈ .
હવે
એકવાર હા કહ્યા પછી ના કહે તો તેના પિતા ની આબરુ પર પાણી ફરી વળે અને જો લગ્ન કરી
લે તો તેના જીવન પર પાણી ફરી વળે . તે જેને ચાહ્તી ન્હોય તેવા જીવંસાથી સાથે રહી
શકે નહી અને પોતાના કારણે પીતા ની આબરૂ ઓછે થાય તે પણ સહન ન કરી શકે . માટે હવે
તેની પાસે એક જ માર્ગ રહેતો હતો . અને રાત્રી ના અંધકાર મા તેણે કુવા મા
ઝ્ંપલાવ્યુ . સવારે જ્યારે કુવા આ તેનુ શબ જોયુ ત્યારે આખુ ગામ શોક મા ડુબી ગયુ .
સૌથી વધારે આઘાત કાના ને લાગ્યો હતો કારણ કે તણે આજીવન જેને ચાહી તેનો મેળાપ
જ્યારે સમીપ હતો ત્યારે જ ઇશ્વરે તેને પોતાની પાસે આમંત્રી લીધી . ઇશ્વરે તેની
સાથે પ્રતીશોધ લ્ધો હતો . તેના જીવન ની ભવીષ્ય ની રોચક પળો ઇશ્વરે આંચકી લીધી હતી
. તે અતડો બની ગયો . ગામ ના બદલે તે વાડીએ વધુ રહેવા લાગ્યો . તેના જીવન ની
એકમાત્ર ઇચ્છા પણ પુર્ણ ન થઈ .
બે
ત્રણ મહીના વીત્યા પણ આપા એ કાના ની સ્થિતી મા કોઈ સુધાર જોયો નહી . તે પોતાનો કોલ
પુરો કરવા માંગતો હતો પરંતુ તે કાના ની
આવી હાલત જોઈ ને તેની સામે જઈ શક્યો નહી . માત્ર કોલ જ નહી પરંતુ તે પોતાના દીકરા
સમાન ભાઇ ને આ સ્થિતી માંથી બહાર લાવવા માંગતો હતો . અને તે માટે કાના નો બીજે જીવ
મેળવવો જરૂરી હતો . તેણે કાનબાઇ સાથે પણ સલાહ કરી પરંતુ તેણે પણ સમય આપવાની સલાહ
આપી . ‘
કાના
ને લાગ્યુ કે જ્યા સુધી તે લગ્ન નહી કરે ત્યા સુધી દેવદાન ના પણ લગ્ન થશે નહી . તે
હવે લગ્ન કરવા ઇચ્છુક હતો નહી તો પછી શા માટે તેના કારણે દેવદાન ના લગ્ન ન થઈ શકે
. એક દીવસ કાના એ દેવદાન ના લગ્ન કરવા નુ કહ્યુ . કાનબાઇ અને આપા એ તેને ખુબ
સમજાવ્યો કે તુ લગ્ન કરે પછી જ દેવદાન ના લગ્ન થશે . પરંતુ કાનો એક નો બે ન થયો .
તેમણે બધાને સમજાવી દીધુ કે તેના લગ્ન તો રતન સાથે થઈ ચુક્યા છે , લગ્ન માટે ફેરા
ફરવા જરુરી નથી . તેની જીવનસાથી એક જ હતી અને તે છોડી ને જતી રહી હવે તેના જીવન મ
બીજુ કોઈ નહી આવે . અને કોઈ તેની સાતે જબરદસ્તી કરશે અથવા દેવદાન ના લગ્ન નહી કરે
તો તે હંમેશ માટે અહીથી દુર જતો રહેશે . બધા એ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સર્વે ના
પ્રયાસો નિષ્ફળ નીવડ્યા . અંતે તેના થી થાકી હારી ને દુઃખી હૃદયે આપા એ દેવદાન ન
લગ્ન ગોઠવ્યા .
ચૈત્ર
મહિના ની એક તીથી એ દેવદાન ઘોડે ચઢ્યો . આપા અને કાનબાઇ ના ચહેરા પર ખુશી સાથે
દુઃખ ના ચિહ્નો સ્પષ્ટ હતા , પરંતુ કાનો તેના ભત્રીજા ના લગ્ન થી ખુબ ખુશ હતો અને તેણે એ બધા ને ખુશ રાખવા ઘણા પ્રયત્નો કર્યા. વરરાજા
મંડપ મા પહોંચ્યા . વીધી શરુ થઈ , .
જ્યારે ફેરા ફરવાનો સમય આવ્યો ત્યારે ભરબપોરે , કાળાતડકા મા અને જ્યારે આકાશ મા એક
પણ વાદલ ન હતુ ત્યારે આભ ધીમી ધારે વરસ્યુ . બધા ના આશ્ચર્ય ની કોઈ સીમા ન હતી .જ્યારે વરસાદ ની કોઈ અપેક્ષા ન હતી ત્યારે આભ વરસી રહ્યુ હતુ . સૌ એ પોતપોતાની રીતે તર્કો લડાવ્યા પરંતુ કોઈ પાસે તેનો શુદ્ધ ઉતર ન હતો .
આજે
ઘણા વર્ષો પછી હજુ દેવદાન ના ઘરે પારણુ બંધાયુ નથી . કાનો હજુ ગામ થી દુર વાડી એ જ
પોતાનો પુરો સમય પસાર કરે છે .આજે પણ કોઈ ન હોવા છતા તેને એકલો વાર્તાલાપ કરતો
સાંભળી શકાય છે . તેણે અજીવન એજ સ્ત્રી ને ખરા મન થી ચાહી છે અને જ્યા સુધી જીવે
છે ત્યા સુધી ચાહતો રહેશે . ગામના લોકો નુ એવુ માનવુ છે કે આપાભાઇ રત્નાબાપા ને
આપેલ કોલ પુરો કરી શક્યા નહી માટે જ દેવદાન ના ઘરે બાળક નથી અને તે દીવસે જે આકાશ
વરસ્યુ તે પણ રત્નબાપા ના જ આંસુઓ હશે .
પરંતુ
હુ માનુ છુ ત્યા સુધી કોઈ દાદા પોતના પૌત્ર ને દુખી ન કરે . કદાચ તે દીવસે જે આભ
વરસ્યુ તે રતન ના આંસુઓ હશે . તેણે કાના જેવા જીવનસાથી સાથે રહેવાને બદલે મૃત્યુ
પસંદ કર્યુ . એ અવીચળ અને શુદ્ધ પ્રેમ ને પીછાણી ન શકી માટે પાછળ થી અશ્રુઓ સાર્યા
હશે .
No comments:
Post a Comment