Thursday, 21 July 2016

ek sundar premkata kol



  કોલ
        રત્નાબાપા મરણપથારી એ પડ્યા હતા . બે દીવસ થી પથારી પર થી ઉભા થયા ન હતા . મૃત્યુ એકદમ સામે જ કળાતુ હતુ , પણ હજુ એક બંધન તેમને જીવ છોડવા પરવાનગી આપતુ ન હતુ . તેમનો મોટો દીઅરો આપો બહારગામ ગયો હતો , તેને સંદેશ તો મોકલ્યો હતો પરંતુ હજુ તે આવ્યો ન હતો . બાપા મહાપ્રયત્ને શ્વાસ ટકાવી રહ્યા હતા . બધા ને ખબર હતી કે બાપા લાંબુ ખેંચશે નહી , પરંતુ કોઈ એ જાણતુ ન હતુ કે બાપા ને હજુ શુ ચિંતા છે કે તેઓ જીવ છોડી રહ્યા નથી . તેમણે યમ સામે લડાઈ આદરી હતી . જ્યા સુધી તેમનો ભાર હળવો ન થાય ત્યાં સુધી તેઓ યમ ના શરણે કોએ સંજોગે જવા માંગતા ન હતા .
        આપો ઘરમા આવ્યો , તેના ચહેરા પર મુસાફરી અને ચિંતા નો થાક સ્પષ્ટ દેખાતા હતા . અપો તરત જ રત્ના બાપા ની પથારી પાસે બેસી ગયો . બાપા એ શરીર મા જેટલી શક્તિ બચી હતી તે બધી એકઠી કરી ને કહ્યુ , “ દીકરા ! હવે ઘડી બે ઘડી નો મહેમાન છુ . હવે વધારે જીવવાની ઇચ્છા પણ નથી , પણ હૃદય પર એક બોઝ છે , તે હળવો નહી થાય ત્યા સુધી ખોળીયા માંથી જીવ નીકળશે નહી . “
        “ બાપા એવુ શા માટે બોલો છો ? હજુ તમારે અમારી સાથે ઘણુ રહેવાનુ છે . બા પણ અમને છોડી ને વહેલા જતી રહી . હવે તમે પણ આવુ બોલો છો ? “
        “ બેટા ! દરેક ને ઇશ્વર પાસે જવાનો સમય નિશ્ચિત હોય છે . મારે તો કાલ નુ તેડુ હતુ , પણ તુ હતો નહી માટે આજ સુધી શ્વાસ ખેંચી રહ્યો છુ  . પણ હવે આ પીડા સહન થતી નથી .  મારે તને એક કામ સોંપવાનુ છે . કાના ના લગન હજી બાકી છે . એ કામ તારે કરવાનુ છે . “
        “ બાપુ તમે જાણો છો કાના ને મે નાના ભાઇ ની જેમ નહી પણ દીકરા ની જેમ સાચવ્યો છે . મે દેવદાન અને કાના વચ્ચે કોઇ અંતર રાખ્યુ છે કે તમે આવુ બોલો છો . કાના માટે હુ સારા મા સારી કન્યા ખોળી લાવીશ . “
        “ મને તારા પર વિશ્વાસ છે , પણ બાપ છુ ને ચિંતા જતી નથી . “
        “ બાપુ દેવદાન પહેલા હુ કાના નુ ઘર બંધાવીશ એ મારો તમને કોલ છે “
        રત્નાબાપા ને હૈયે ટાઢક વળી , “ બસ દીકરા એજ ................ “ તેમના શબ્દો અધુરા રહી ગયા . એક બાપ ની ઇચ્છા નુ માન રાખી ને યમે તેમને આટલો સમય આપ્યો હતો . પણ હવે તેમના જીવ ને શાનિ મળતા જ યમરાજે તેમનુ કર્તવ્ય બજાવ્યુ .
        કાનો ને છ મહિના નો જ છોડી ને તેમની મા સ્વર્ગે સીધાવ્યા હત . માટે રત્ના બાપા એ છ મહિના માંજ આપા ના લગ્ન કાનબાઇ સાથે કરાવા હતા . કાનબાઇ એ અને આપા એ કાના ને દિકરા ની જેમ ઉછેર્યો હતો . કાનબાઇ ના આવવાથી કાના એ કારેય માતા ની ખોટ ભોગવી ન હતી . કાનબાઇ ને ખોળે જ્યારે દેવદાન નો જન્મ થયો ત્યારે બધા ને એમ હતુ કે હવે કાના પર કાનબાઇ ની અમીદૃષ્ટિ ઓછી થશે પરંતુ કાનબાઈ એ દેવદાન થી વધારે કાના પર મમતા વરસાવી હતી . કાકા ભત્રીજા વચ્ચે પણ બહુ સારો મેળ હતો . ઉમર નો તફાવત પાંચ વર્ષ નો હતો . પણ મનમેળ એટલો વધારે કે બેઉ એકબીજા થી કોઈ વાત છાની રાખી શકે નહી .
        બાપા ના કારજ પછી થોડો સમય પસાર થયો અને આપા એ કાના માટે કન્યા શોધવાનુ શરૂ કર્યુ . તેમનુ ખોરડુ ખાનદાની હતુ , અને સમાજ મા શાખ પણ ઉંચી હતી માટે કોઈ કન્યા પરણાવવા ની ના કહે એ તો ભાગ્યે જ બને તેમ હતુ . પણ આપો માગુ નાખે એ પહેલા કાના ને પુછે કે ભાઈ શુ વીચાર છે ? તેના જવાબ મા ના સાંભળીને માંગુ નાખવાનુ પડતુ મુકે . એમ ઘણી કન્યા ઓ ની ના પાડી એટલે આપો ઘણીવાર કાના પર ગુસ્સે પણ થઈ જતો , પરંતુ કાનબાઈ સમજાવતી કે તેને છોકરી ગમતી નહી હોય . કાનો દરેક કન્યા ને ના ભણી દેતો એટલે કાનબાઈ ને સમજાયુ કે કાના ને ચોક્કસ કોઈ છોકરી ગમતી હશે .
        કાનબાઈ એ કાના પાસે જાણવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેને પાસેથી કોઈ જવાબ મેળવી શકી નહી માટે તેણે દેવદાન ને પુછ્યુ , “ કાનો કેમ દરેક છોકરી ને ના ભણી દે છે ? “
        “ બા કાના ને જીવાભાઇ ને રતન ખુબ જ ગમે છે . અને તમે સાત સોનાની કન્યા ચાહે ને બતાવો તે રતન સાથે જ લગ્ન કરશે . તમે ત્યા માગુ નાખવાની વાત કરશો ત્યાંજ ભાઇ હા કહી દેશે . “
        કાનબાઇ એ આપા ના કાને વાત નાંખી , “ કાના મટે જીવાભાઇ ની રતન નુ માંગુ નાખીએ તો કેમ રહે ? “
        “ પહેલા તમારા દેર ને પુછી જૂઓ , ભાઈ ને ગમશે નહી તો વાત નાખ્યા પછી ના કહેશે . “
        “ મે કઈ એમ જ તમને કહ્યુ હશે . દેવદાન કહેતો હતો કે કાના ને રતન બહુ ગમે છે . “ એટલા મા કાનો ત્યા આવ્યો . કાના ને પુછતા તેણે ધીરેથી હા ભણી . આપા ને પણ સગપણ યોગ્ય લાગ્યુ .
        બીજે દીવસે આપાભાઇ તો તૈયાર થઈ ને જીવાભાઇ ના ઘરે જવા નીકળ્યા . એક જ ગામ ના અને સારા મીત્રો હોવાથે આપા ને માંગુ પાછુ આવવાની સંભાવના ઓછી લાગી હતી . તે જીવાભાઇ ના ઘરે પહોંચ્યા ત્યારે રતન પાણી ભરવા ગઈ હતી . જીવાભાઈ એકલા બેસીને ચલમ ફુંકતા હતા . જીવાભાઇ એ આપાભાઇ ન સારી રીતે આવકાર્યા અને આવવાનુ કારણ પુછ્યુ . આપાભાઇ એ કાના અને રતન ના સગપણ વીશે કહ્યુ . જાવાભાઈ એ પણ ખુશે થી સગપણ નો સ્વીકાર કર્યો .
        એટલા મા રતન પણ પાણી ભરીને પરત આવી , તેને જોઈને જ જીવાભાઇ એ કહ્યુ , “ બેટા આપાકાકા તારુ માંગુ લઈને આવ્યા છે . તને એ ઘરમા વહુ થઈ ને જવા નુ ગમશે ? “ એ સાંભળતા જ રતન શરમાઇ ને ઘર ની અંદર જતી ર્હી અને બન્ને એ તેને હા સમજી ને ત્યાંજ ગોળધાણા ખાઇ લીધા .
        તે બન્ને માંથી એકપણ જાણતા ન હતા કે રતને દેવદાન નુ માંગુ આવ્યુ સમજી ને હા કહી છે . રતન દેવદાન ને છાના ખુણે ચાહતી હતી . તેણે જ્યારે એમ સાંભળ્યુ કે આપાકાકા સગપણ કરવા માટે આવ્યા છે એટલે એમ જ સમજી કે દેવદાન અને તેના સબંધ ની વાત થાય છે . પરંતુ તેના ભાગ્ય મા કદાચ આંચકો ખાવાનુ લખ્યુ હશે . તેનુ બહાર જવાનુ પન બંધ હોવા થી બહાર ના લોકો પાસેથી પણ તેને માહિતી મળી નહી . બધા એ લગ્નની તૈયારી ઓ આર્ંભી . આપાભાઇ રત્નબાપા ની ઇચ્છા બને એટલી વહેલી પુરી કરવા માંગતા હતા . એટલે તેમણે એક મહિના પછી નુ મુહુર્ત નક્કી કર્યુ . બધા ખુબ ખુશ હતા . રતન અને કાનો તો જાણે સર્વસ્વ પામ્યા ના આનંદ મા વીહરતા હતા . બન્ને વચ્ચે તફાવત માત્ર એટલો જ હતો કે કાના ને તેનુ પ્રીયપાત્ર મળૅવાનુ હતુ જ્યારે રતન ના ભાગ્ય મા તી ગમતો સાથી ન હતો . બન્ને સ્વપ્નો મા રાચતા હતા , એક રતન ના અને બીજુ દેવદાન ના .
        સ્થીતી આવી જ બની રહેત , પરંતુ એકવાર કાનો ખેતરે થી આવી રહ્યો હતો અને ઘરે કોઈ ન હોવા થી રતન પાણી ભરી રહી હતી . બન્ને એકબીજા ની આમને-સામને આવી ગયા . રતને કના ને જોઈ ને કાકાજી સામે છે એમ સમજી ને લાજ કાઢી , બીજી તરફ રતન ને લાઝ કાઢેલી જોઈ ને કાના એ વીચર્યુ કે રતને શરમાઈ ને લાઝ કાઢી છે . કાના થી રહેવાયુ નહી તે જીહ્વા ને બંધ રાખી શક્યો નહી .
        “ કઈ વાંધો નહી , હમણા થોડા દીવસ પછી મારા હથે તારો ઘુંઘટ ઉઠાવીને તારૂ મુખડુ નીહાળીશ . “ એમ કહી તે હસતો હસતો ત્યાંથી રવાના થયો .. રતન કઈ સમજી નહી કે કાનો આવુ શા માટે બોલ્યો હશે . પરંતુ તે ત્યંથી રવાના થયો ત્યાંજ તેની એક સહચારીણી બોલી ઉઠી , “ શા માટે એમને તરસાવે છે ? બીચારા એ તારુ મોઢુ જોઈ લીધુ હોત તો લગ્ન સુધી નીરાંત થઈ જાત . થનાર પતી ને આવી રીતે તરસાવવા યોગ્ય નથી . “ સખીઓ એ હસવા મા રતન ના ચહેરા પર આવેલ દુઃખ ની નીશાનીઓ જોઈ નહી . તેના પગ નીચેથી કોઈ એ જમીન ખેસવી હતી . તે મુંગા મોં એ ત્યાંથી નીકળી . બધા ને થયુ શરમાઇ હશે . પણ તેના હૃદય મા તો ઉલ્કાપાત મચ્યો હતો . તે જે સગપણ ના કારણે જીવન મા ક્યારેય ન થઈ હોય તેટલી પ્રસન્ન હતી પરંત આજે એજ સગપણ ના કરણે તે ઉદાસી અને દુઃખ ના પાતાળ મા ગરકાવ થઈ .
        હવે એકવાર હા કહ્યા પછી ના કહે તો તેના પિતા ની આબરુ પર પાણી ફરી વળે અને જો લગ્ન કરી લે તો તેના જીવન પર પાણી ફરી વળે . તે જેને ચાહ્તી ન્હોય તેવા જીવંસાથી સાથે રહી શકે નહી અને પોતાના કારણે પીતા ની આબરૂ ઓછે થાય તે પણ સહન ન કરી શકે . માટે હવે તેની પાસે એક જ માર્ગ રહેતો હતો . અને રાત્રી ના અંધકાર મા તેણે કુવા મા ઝ્ંપલાવ્યુ . સવારે જ્યારે કુવા આ તેનુ શબ જોયુ ત્યારે આખુ ગામ શોક મા ડુબી ગયુ . સૌથી વધારે આઘાત કાના ને લાગ્યો હતો કારણ કે તણે આજીવન જેને ચાહી તેનો મેળાપ જ્યારે સમીપ હતો ત્યારે જ ઇશ્વરે તેને પોતાની પાસે આમંત્રી લીધી . ઇશ્વરે તેની સાથે પ્રતીશોધ લ્ધો હતો . તેના જીવન ની ભવીષ્ય ની રોચક પળો ઇશ્વરે આંચકી લીધી હતી . તે અતડો બની ગયો . ગામ ના બદલે તે વાડીએ વધુ રહેવા લાગ્યો . તેના જીવન ની એકમાત્ર ઇચ્છા પણ પુર્ણ ન થઈ .
        બે ત્રણ મહીના વીત્યા પણ આપા એ કાના ની સ્થિતી મા કોઈ સુધાર જોયો નહી . તે પોતાનો કોલ પુરો કરવા માંગતો  હતો પરંતુ તે કાના ની આવી હાલત જોઈ ને તેની સામે જઈ શક્યો નહી . માત્ર કોલ જ નહી પરંતુ તે પોતાના દીકરા સમાન ભાઇ ને આ સ્થિતી માંથી બહાર લાવવા માંગતો હતો . અને તે માટે કાના નો બીજે જીવ મેળવવો જરૂરી હતો . તેણે કાનબાઇ સાથે પણ સલાહ કરી પરંતુ તેણે પણ સમય આપવાની સલાહ આપી . ‘
        કાના ને લાગ્યુ કે જ્યા સુધી તે લગ્ન નહી કરે ત્યા સુધી દેવદાન ના પણ લગ્ન થશે નહી . તે હવે લગ્ન કરવા ઇચ્છુક હતો નહી તો પછી શા માટે તેના કારણે દેવદાન ના લગ્ન ન થઈ શકે . એક દીવસ કાના એ દેવદાન ના લગ્ન કરવા નુ કહ્યુ . કાનબાઇ અને આપા એ તેને ખુબ સમજાવ્યો કે તુ લગ્ન કરે પછી જ દેવદાન ના લગ્ન થશે . પરંતુ કાનો એક નો બે ન થયો . તેમણે બધાને સમજાવી દીધુ કે તેના લગ્ન તો રતન સાથે થઈ ચુક્યા છે , લગ્ન માટે ફેરા ફરવા જરુરી નથી . તેની જીવનસાથી એક જ હતી અને તે છોડી ને જતી રહી હવે તેના જીવન મ બીજુ કોઈ નહી આવે . અને કોઈ તેની સાતે જબરદસ્તી કરશે અથવા દેવદાન ના લગ્ન નહી કરે તો તે હંમેશ માટે અહીથી દુર જતો રહેશે . બધા એ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સર્વે ના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા . અંતે તેના થી થાકી હારી ને દુઃખી હૃદયે આપા એ દેવદાન ન લગ્ન ગોઠવ્યા .
        ચૈત્ર મહિના ની એક તીથી એ દેવદાન ઘોડે ચઢ્યો . આપા અને કાનબાઇ ના ચહેરા પર ખુશી સાથે દુઃખ ના ચિહ્નો સ્પષ્ટ હતા , પરંતુ કાનો તેના ભત્રીજા ના લગ્ન થી ખુબ ખુશ હતો અને તેણે એ બધા ને ખુશ રાખવા ઘણા પ્રયત્નો કર્યા. વરરાજા મંડપ મા પહોંચ્યા . વીધી શરુ થઈ ,  . જ્યારે ફેરા ફરવાનો સમય આવ્યો ત્યારે ભરબપોરે , કાળાતડકા મા અને જ્યારે આકાશ મા એક પણ વાદલ ન હતુ ત્યારે આભ ધીમી ધારે વરસ્યુ . બધા ના આશ્ચર્ય ની કોઈ સીમા ન હતી .જ્યારે વરસાદ ની કોઈ અપેક્ષા ન હતી ત્યારે આભ વરસી રહ્યુ હતુ . સૌ એ પોતપોતાની રીતે તર્કો લડાવ્યા પરંતુ કોઈ પાસે તેનો શુદ્ધ ઉતર ન હતો . 
        આજે ઘણા વર્ષો પછી હજુ દેવદાન ના ઘરે પારણુ બંધાયુ નથી . કાનો હજુ ગામ થી દુર વાડી એ જ પોતાનો પુરો સમય પસાર કરે છે .આજે પણ કોઈ ન હોવા છતા તેને એકલો વાર્તાલાપ કરતો સાંભળી શકાય છે . તેણે અજીવન એજ સ્ત્રી ને ખરા મન થી ચાહી છે અને જ્યા સુધી જીવે છે ત્યા સુધી ચાહતો રહેશે . ગામના લોકો નુ એવુ માનવુ છે કે આપાભાઇ રત્નાબાપા ને આપેલ કોલ પુરો કરી શક્યા નહી માટે જ દેવદાન ના ઘરે બાળક નથી અને તે દીવસે જે આકાશ વરસ્યુ તે પણ રત્નબાપા ના જ આંસુઓ હશે .
        પરંતુ  હુ માનુ છુ ત્યા સુધી કોઈ દાદા પોતના પૌત્ર ને દુખી ન કરે . કદાચ તે દીવસે જે આભ વરસ્યુ તે રતન ના આંસુઓ હશે . તેણે કાના જેવા જીવનસાથી સાથે રહેવાને બદલે મૃત્યુ પસંદ કર્યુ . એ અવીચળ અને શુદ્ધ પ્રેમ ને પીછાણી ન શકી માટે પાછળ થી અશ્રુઓ સાર્યા હશે .

Wednesday, 20 July 2016

my first shortstory in gujarati language. TRUTI.

તૃટી 
એક નાની એવી ઘટના કોઈ માણસ નુ જીવન સંપુર્ણપણે બદલી શકે ? કોઈ નાની સરખી ઝંખના , કોઈ પ્રશ્ન નો ઉત્તર મેળવવાની અભીલાશા જીવન ને તબદીલ કરી શકે ? કોઈ પ્રસંગ જીવન ને અદ્ભુત રીતે વાળે છે ત્યારે માનવ ને કલ્પના પણ નથી હોતી કે તે કઈ દીશા મા આગળ વધી રહ્યો છે ? આવુ જ કઇંક એક સામાન્ય ચોર ના જીવન મા બની રહ્યુ હતુ . તેના જીવન થી તે ખુબ જ નારાજ હતો . તે તેની જાત ને ઘૃણા કરતો હતો , કારણ કે ઇશ્વરે તેને એક ખોટ સાથે જીવન અર્પ્યુ હતુ . એક આનુવંશિક ખામી ના કારણે તે ન પુરૂષ બન્યો ન સ્ત્રી . અને આ ખામી માટે તે ઇશ્વર ને જવાબદાર ગણતો હતો . તેના ક્રોધ નુ મુળ તેની ખામી હતી તે તેને દેખાતુ હતુ પરંતુ એ ખામી ને દુર કરવા ઇશ્વરે તેને કુશાગ્ર બુદ્ધી રૂપી ભેંટ અર્પણ કરી હતી તે ક્યારેય તેણે નીહાળ્યુ ન હતુ . તેની ઇચ્છાશક્તિ પણ ખુબ જ તીવ્ર હતી . તેની બુદ્ધિ અને ઇચ્છાશક્તી ની મદદ થી તે કોઈ પણ કાર્ય ખુબ જ સરળતા થી પુર્ણ કરતો . 
તેણે કરેલ સર્વ કાર્યો અચરજ થી ભરપુર હતા . જ્યા સામાન્ય માનવી નુ મસ્તક તેનો સાથ ત્યાગે ત્યારથી જ તેની બુદ્ધિ તેને આગળ દોરી જતી , પરંતુ આ સર્વ તેની નજર મા ના આવ્યુ . તેને તો માત્ર તેની ખામી જ ખુંચતી રહી . તે એ અસહ્ય વેદના ને દુર કરવા માગતો હતો , અને આ વેદના ને દુર કરવા નો એકમાત્ર રસ્તો તેને સંપતી લાગી . તેને લાગ્યુ કે અઢળક સંપતી ની ઓથે કઇ પણ દબાઈ જશે . પરંતુ સંપતી મેળવવા માટે નો લાંબો રસ્તો તેને માન્ય ન હતો . તેણે વિકલ્પ શોધ્યો , અને ચોરી કરવાનુ શરુ કર્યુ . શરુઆત મા તેણે નાની ચોરીઓ કરી પરંતુ સંતુષ્ટી મેળવી શક્યો નહી . તેને સંતોષ પ્રાપ્ત થઈ શકે તેમ ન હતો , તે પોતાની જાત થી જ ઘૃણીત હતો . એ ઘૃણા જ્યા સુધી દુર ના થાય ત્યા સુધી બહાર ના કોઈ પણ આનંદ થી  તે સંતોષ મેળવી શકે તેમ ન હતો . તે વધુ ને વધુ લાલચુ બન્યો . 
એક દીવસ તેને થયુ કે હવે તેના જીવન મા તેણે જે સ્વપ્નો નિહાળ્યા છે તે સીદ્ધ થશે . તેણે જીવન મા સાંભળેલ દરેક મહેણા હવે તેને સાંભળવા પડશે નહી . તેણે હવે નાની ચોરીઓ કરવાને બદલે એક જ વાર મા ખુબ જ મોટી ચોરી કરવાનુ નક્કી કર્યુ . એક ચોરી કરીને તે પુર્ણ જીવન આનંદ થી વ્યતીત કરવા માંગતો હતો . તેના બાજુ ના શહેર મા મ્યુજીયમ મા રહેલ અણમોલ હીરા નુ નેકલેસ ચોરવાનુ હતુ . લોકોનુ કહેવાનુ હતુ કે માનવ દ્વારા કરવામા આવેલ શ્રેષ્ઠ કારીગરી નુ તે ઉત્તમ ઉદાહરણ હતુ . મ્યુજીયમ મા હીરા ના નેકલેસ ખુબ જ સાવચેતી થી સંરક્ષીત રાખવામા આવ્યુ હતુ . તેને તે મ્યુઝિયમ માંથી બહાર લાવવુ અશક્ય હતુ પણ તેણે એ કાર્ય ખુબ જ સરળતાથી પાર પાડ્યુ . મ્યુઝિયમ ના દરેક પ્રકાર ના સુરક્ષા યંત્રો તથા પહેરેદારો ને ગંધ પણ ન આવી . તે મ્યુઝિયમ ની બહાર આવ્યો ત્યા સુધી કોઈ પ્રકાર ની સમસ્યા સર્જાઈ નહી . તે માનવ અને યંત્ર ને કોઈ રીતે મુર્ખ બનાવી શક્યો પરંતુ બહાર એક કુતરા ના કારણે તે ફસાયો . કુતરા ના ભસવા ના અવાજે બધાનુ ધ્યાન તે તરફ ખેંચ્યુ . ત્યા સુધી મા તો ચોર ત્યાંથી થોડો દુર નીકળી ચુક્યો હતો , પરંતુ પાછળ થી આવતા અવાજો થી દુર જવા માટે કઈંક વીચારવુ આવશ્યક હતુ . તેણે થોડો વીચાર કરીને બાજુ ના અંધારીયા ગૃહ ની બહાર ની દીવાલ પરથી છલાંગ લગાવી અંદર પ્રવેશ કર્યો . 
દીવાલ લાંઘ્યા પછી તેણે ચોતરફ નીરીક્ષણ કર્યુ ફળીયુ માણસો વીહોણુ લાગ્યુ . ગૃહ નો દરવાજો અંદર થી બંધ હતો . તે બારી માંથી અંદર ઘુસ્યો . ઘર મા પણ બહાર ની જેમ જ કોઈ દેખાયુ નહી . છતા તે પુર્ણ ખાતરી કરવા માંગતો હતો . તે ધીરે ધીરે ઘર ના પ્રત્યેક કક્ષો ના દરવાજા ખોલી ને તપાસ આદરી . મકાન ખુબ જ આલીશાન હતુ પર્ંતુ તેમા રહેનાર કોઈ ન હતુ . ફરી તે ઇશ્વર પર ક્રોધીત થયો , આવા મકાનો નિર્જન પડ્યા છે અને ગરીબ માણસ નાના એવા ઓરડા મા દસ બાર ની સંખ્યા મા રહે છે . ઉપર ના માળે એક ઓરડો ખોલતા તે ચમક્યો . 
તેની સામે સૌંદર્ય ના પ્રતીક સમી નારી ગહન નીન્દ્રા મા સુતી હતી . તેણે વિચાર્યુ ન હતુ કે આટલા વીશાળ મકાન ની અંદર એક સ્ત્રી ગાઢ નિન્દ્રા મા કઈ રીતે ઉંઘી શકે . અને તે પણ દરવાજો ખુલ્લો રાખીને . શરુઆત મા તેને સુંદરતા આકર્ષક લાગી પરંતુ જ્યારે તેણે નિરીક્ષણ કર્યુ ત્યારે સમજાયુ કે તેની સામે સુઈ રહેલી સ્ત્રી નુ સૌંદર્ય માત્ર આકર્ષણ નુ કારક નહી પરંતુ સર્વોત્કૃષ્ઠતા નુ પરીમાણ હતી . કદાચ ઇશ્વર દ્વારા સર્જીત પુર્ણ સુંદરતા જ તેની સામે હતી . તેના પ્રત્યેક અંગ માત્ર નીહાળવાના કામે લાગી ગયા . એ દૈદીપ્યમાન દેહલાલીત્ય એ તેને અવાચક બનાવ્યો , થોડી ક્ષણો માટે તે ભાન ભુલ્યો હતો . આજ સુધી ક્યારેય તે કોઈ પણ સ્ત્રી પ્રત્યે આકર્ષિત થયો ન હતો . પરંતુ આજે તેને આકર્ષિત થવા આડે કોઈ પણ આવી શકે તેમ ન હતુ . જાણે તેની સામે સ્વર્ગ ની અપ્સરા ઉભી હતી , તેનુ પ્રત્યેક અંગ સ્વયં કામદેવે તેમના સ્વહસ્તે આકાર્યુ હશે . કામદેવે સર્વોતમ કારીગરી વાપરી ને તેને કંડારી હશે પરંતુ રખે ને રતી ને ઇર્ષ્યા આવે , માટે પૃથ્વી પર મોકલી હશે . 
તેનુ પ્રત્યેક અંગ પુર્ણતા ની પરીસીમા સમાન હતુ . તેનો ચહેરો આરસપહાણ મા કોતરેલ સુંદર કાવ્ય સમાન હતો . તેમા ન કોઈ દેખાવ હતો ન કોઈ અશુદ્ધતા , સાદગીપુર્ણ રૂપ ની અધિષ્ઠાત્રી હોવા છતા અભીમાન ની સહેજ પણ રેખા એ ચહેરા પર ન હતી . જાણે અર્જુન ને ખેંચેલ ધનુષ ની કમાન સમાન અધરો કોઈ ભ્રમર ને ફુલ માની ને એનો રસ ચુમતો કરવા જ બન્યા હશે . અચાનક તેને એ સુંદર હીરાનુ  નેકલેસ યાદ આવ્યુ , હાલ કદાચ તેની સામે કુદરત દ્વારા સર્જીત સર્વશ્રેષ્ઠ સૌંદર્ય ઉપસ્થીત હતુ અને તેના હાથમા માનવ દ્વારા કંડારાયેલ શ્રેષ્ઠ આભુષણ તેના હાથમા હતુ . બન્ને કારીગરો એ તેમનુ સર્વસ્વ ઢોળીને તેમની અમુલ્ય રચના બનાવી હશે . એક ના કમાનાકાર કમાનો અને બીજા ના તીક્ષ્ણ કોણો આરોપવા તેમણે અથાક પરીશ્રમ કર્યો હશે . તેણે વીચાર્યુ ચાલ ને જોઈ જ લઉ કે માનવ ની કળા શ્રેષ્ઠ છે કે ઇશ્વર ની . તેણે નેકલેસ બહાર કાઢ્યુ અને પેલી સ્ત્રી ની ડોક મા આરોપ્યુ . 
અદ્ભુત કૃતી તૈયાર થઈ હતી . બે સર્વોતમ નિર્માણો જે પોતાની જાતે જ પરીપુર્ણ હતા , તે એકબીજા ની સાથે આવતા જ એકબીજા ના પુરક બની ગયા . હવે તેમનુ એકબીજા થી કોઈ અલગ અસ્તીત્વ જ ન રહ્યુ . બન્ને એકબીજા મા ભળી ને એકબીજા ની સુંદરતા મા અભીવૃદ્ધિ કરી રહ્યા હતા . હવે તેઓનુ અલગ હોવાનુ કલ્પવુ જ અઘરૂ બન્યુ હતુ . એ ચોર ની આંખો એ અપ્રતીમ દૃષ્ય નીહાળવામા વ્યસ્ત હતી . ત્યા અચાનક જ તેણે એ નેકલેસ એ સુંદરી ના ગળા માથી ખેંચી લીધુ . 
તે આનંદ માણી રહ્યો હતો તેવા મા તેનુ ધ્યાન એ સ્ત્રી ના ઓષ્ઠ ઉપર રહેલા તલ પર પડ્યુ . દુગ્ધ સમાન એ ચહેરા પર કાળી ટીલી સમાન એ તલે ચોર ની ઇશ્વર પ્રત્યે ની ઘૃણા મા અભીવૃદ્ધિ કરી . ઇશ્વરે સ્ત્રી ને સંપુર્ણતા અર્પી હતી અને આ તલ આપી ને તેમા પણ ખોડ રાખી . શુ ઇશ્વરે તૃટી વિનાનુ સર્જન બનાવ્યુ જ નહી હોય . શા માટે તે માનવો ની ભાવના સાથે આવી રમત રમતો હશે ? આ વિચારો તેના મન મા ગુંગળાઈ રહ્યા હતા . શુ ઇશ્વરે તૃટી વિના કોઈ સર્જન કર્યુ હશે ? એ પ્રશ્ન સતત તેના કર્ણો માં ગુંજી રહ્યો હતો . તેણે નિર્ધાર કર્યો કે તે એવુ સર્જન શોધી ને જ રહેશે . અને ઇશ્વર સામે એ પ્રશ્ન રજુ કરશે કે શા માટે તે બધાને અપુર્ણ રાખે છે ?  અને શા માટે તેણે એવી વીસંગતતા સર્જી કે કોઈ પુર્ણ અને કોઈ અપુર્ણ રહે . 
રાત્રી ના અંધકાર માં તે પ્રશ્નો ની શોધ કરવા નિકળ્યો . બહાર આવતા જ તેની નજર સોળે કળાએ ખીલેલા ચન્દ્ર પર પડી અને તેની શીતળતા એ તેની આંખો ને શાંતી અર્પી . તેની આંખો એ ચન્દ્ર ની સામે જોયુ અને તેની આંખો મા અટ્ટહાસ્ય આવ્યુ . ઇશ્વરે ચન્દ્ર ને શીતળતા અર્પીને તેની સુંદરતા છીનવી લીધી એ તે સ્પષ્ટ જોઈ શક્યો . 
સવાર મા સુર્ય નુ પ્રથમ કીરણ તેની સાથે અથડાયુ અને સુર્ય ની સમર્થતા એ તેને સુર્ય ને સર્વોપરી માનવા પ્રેર્યો , પરંતુ થોડી ક્ષણો સુર્ય સામે આંખો રાખતા તેને સુર્ય ના તેજ પાછળ સુર્ય ની લાચારી દેખાઇ . સુર્ય ને આ તેજ પ્રાપ્ત કરવા માટે સ્વયં સળગવુ પડે છે . અને તેણે સુર્ય ને પણ તૃટીયુક્ત સમજી લીધો . તે સર્વત્ર તેની આંખો ઠેરવી રહ્યો હતો . અને તેનુ ધ્યાન વૃક્ષ પર ઠર્યુ , ફળ , પુષ્પ અને છાયા અર્પતુ વૃક્ષ ખુબ સુંદર ભાસ્યુ . તેને થોડી શાંતિ થઈ કે ઇશ્વરે કઇંક તો એવુ સર્જ્યુ છે કે જે તૃટીરહીત છે , પરંતુ તેણે વૃક્ષ ને પણ તૃટીપુર્ણ ગણ્યુ , કારણ કે તેણે વૃક્ષ ને તેના સ્થાને થી ચલીત થતુ ન જોયુ . વૃક્ષ ની અવીચળતા ને તેણે કુદરત ની કૃર મશ્કરી ઠેરવી . 
તેણે કુદરતે સર્જેલ દરેક વસ્તુ , સ્થળ , પ્રાણી , પક્ષી , જીવ , જંતુ અને પદાર્થ નુ નીરીક્ષણ કર્યુ અને દરેક મા તેણે કોઈ ને કોઈ તૃટી શોધી કાઢી . કોઈ નો આકાર તો કોઈ નો પ્રકાર , કોઈ નો દેખાવ તો કોઈ નો સ્વભાવ , કોઈ નો રંગ તો કોઈ નો ભાવ તેને વિરોધાભાસી જણાતો . દરેક જગ્યા એ તે ભમ્યો , તેણે સઘળુ નીહાળ્યુ , તેણે સાગર ની વિશાળતા જોઈ પણ તેનુ જળ તેને ખારુ લાગ્યુ . આકાશ ની અનંતતા ને બદલે તેને અન્ધકાર દેખાયો . 
આ લાંબા ગાળા ના ભ્રમણમાં તેણે આંઠ વર્ષ વિતાવ્યા . આ આઠ વર્ષ ની અવીરત યાત્રા એ તેને શારીરીક રીતે ઘણો થકવ્યો હતો . પરંતુ એ પ્રશ્ન એ તેના મગજ ને ક્યારેય થકવ્યો ન હતો . અવીરત ભ્રમણા ના કારણે તેના વાળ અને દાઢી વધી ગયેલ , ખાવાનુ માંગી માંગી ને ખાવાથી તેનુ શરીર પણ ખવાઇ ગયુ હતુ . હવે તે પાગલ જેવો ભાસી રહ્યો હતો . હવે તે તેની શોધ થી થાક્યો હતો , તે તેની જાત ને જવાબ ની નજીક સમજી રહ્યો હતો . તેના મગજ ની ઇચ્છાશક્તિ તેને તેનુ કાર્ય પુર્ણ કરવા દોરી રહી હતી ત્યા સુધી તેને થાક લાગ્યો ન હતો . પરંતુ હવે તેને થાક લાગ્યો હતો તેણે બધુ તપાસ્યુ હતુ . ઉતર તેની સામે જ હતો . માટે હવે ઉતર શોધવાની કોઈ જરુરીયાત ન હતી . તેના હૃદય મા શાંતિ હતી કે ઇશ્વરે માત્ર તેની સાથે અન્યાય કર્યો ન હતો . પરંતુ એક ગ્લાની હતી કે ઇશ્વરે આવુ તૃટીયુક્ત વિશ્વ શા માટે બનાવ્યુ હશે ? 
હજુ તેની પાસે એ અમુલ્ય ઘરેણુ હતુ . તેણે એ આભુષણ ત્યાંજ છોડવા નુ નક્કી કર્યુ કે જ્યાંથી તેને જીવન ની નવી દીશા મળી હતી . ત્યા એ છોડી ને શાંતિ થી જીવન વીતાવવા માંગતો હતો . તે ફરીવાર એજ વાતાવરણ મા પ્રવેશ્યો જ્યાથી તેણે એક નવી આશા મેળવી હતી . તે પુરા શહેર મા ઘુમ્યો અને સંધ્યા સમયે તે એ ગૃહ તરફ જવા ફર્યો . 
થોડુ જ ચાલ્યા બાદ તેને ફરી એજ સ્ત્રી ના દર્શન થયા કે જેણે તેને આ અદ્ભુત સમસ્યા ભેંટ આપી હતી . આટલા વર્ષો વીત્યા છતા હજુ તેને એજ સૌંદર્ય દેખાયુ જે તેણે પહેલી વાર જોયુ હતુ . એજ અદ્ભુત સૌંદર્ય અને એજ કાળી ટીલી સમાન તલ . પરંતુ આજે તેને એજ તલ મા તૃટી જણાઈ નહી . આજે એ જ તલ જેણે તેને પ્રશ્નો આપ્યા હતા તેજ આજે ઉતર આપી રહ્યુ હતુ . એ ચોર જાણે તલ નો અવાજ સાંભળી રહ્યો હતો . જાણે તે પોકારી રહ્યુ હતુ કે હુ તેની સુંદરતા મા અવરોધ નહી પરંતુ હુ તો તેની સુંદરતા મા અભીવૃદ્ધિ કરુ છુ . ચોર વીચારી રહ્યો કે કુદરત પણ કમાલ કરે છે , આજે એવુ લાગે છે કે જાણે તે કહેવા માંગે છે કે રખે ને મારા સર્જન પર કોઈ ની નજર લાગે માટે હુ જ આ તલ બન્યો છુ . 
ચોર ને જ્યાંથી પ્રશ્ન મળ્યો ત્યાંથી જ ઉતર મળ્યો , તે આગળ વધ્યો તે સ્ત્રી તરફ અને તેનો હાથ પકડીને મહામહેનતે સંભાળી રાખેલ એ નેકલેસ તેને આપ્યુ . તે સ્ત્રી આ બીહામણા માણસ ને જોઈ ને ડરી ગઈ હતી . તેનુ ધ્યાન ઘણા સમય બાદ એ ભેંટ પર પડ્યુ . તે ખુશ થઈ . હવે તેને એ પરવાહ ન હતી કે એ ગાંડો માણસ કોણ છે અને શા માટે તેને આવી કિમતી વસ્તુ આપે છે . તે ત્યાંથી ફરી અને ત્યાંથી નીકળી તેણે પાછુ ફરી ને તે ચોર સામી નજર પણ ન નાંખી . કદાચ તેને ડર લાગ્યો હશે કે એ માણસ આભુષણ પરત લઈ લે . 
પરંતુ તેણે પાછળ જોયુ હોત તો ખ્યાલ આવે કે ચોર માંડ પાંચ ડગલા ભરી શક્યો હતો . તે ત્યાંજ મરણ ને શરણ થયો હતો . ઘણા લોકો ભેગા થયા , દરેક નુ મંતવ્ય એવુ હતુ કે એ ભીખારી ભુખ ના કારણે મરણ પામ્યો હશે . પરંતુ કોઈ નુ ધ્યાન તેના ચહેરા પર ની શાંતિ પર પડ્યુ હશે નહી . અન્યથા તેમને ખ્યાલ આવત કે આ મૃત્યુ ભુખ ને લીધે નહી પરંતુ તૃપ્તી ના લીધે થયુ છે . તેણે આજીવન શોધેલ  ઉતર મળવ્યો હતો . તેના ચહેરા પર પથરાયેલી શાતા સ્પષ્ટ કહી રહી હતી કે , “ કુદરતે સર્જેલ સર્જન માંની તૃટિ નહી પરંતુ એ તૃટિ પાછળ સંતાયેલી ઉત્કૃષ્ઠતા નિહાળો .